યાદ રહી જાય, યાદ રહી જાય, જીવનમાં કંઈક તો એવું યાદ રહી જાય
આવે ને જાયે કંઈક તો જીવનમાં, કોઈક એમાંથી તો એવા યાદ રહી જાય
કોઈ યાદ એવા રહી જાય, એવા રહી જાય, જે જીવનમાં ના ભુલાતા ભુલાય
થાયે ન થાતી રહે વાતો જીવનમાં ઘણી, કોઈક જીવનમાં તો એની યાદ રહી જાય
મુલાકાતોને મુલાકાતો જીવનમાં તો થાતી જાય, કોઈક તો હૈયાંમાં તો યાદ રહી જાય
પ્રસંગોને પ્રસંગો આવે ને જાયે જીવનમાં, જીવનમાં તો એવા કોઈક યાદ રહી જાય
કોઈક નજર હૈયાંમાં તો એવી ઊતરી જાય, ભૂલી ના ભુલાય એ તો યાદ રહી જાય
સબંધોને સબંધો જીવનમાં કંઈક બંધાતા જાય, ફોરમ એની ફેલાવી જાય, એ તો યાદ રહી જાય
સારાને માઠા પ્રસંગો રહે બનતા જીવનમાં, કંઈક તો જીવનમાં તો એવા યાદ રહી જાય
યાદ રહી જાય જીવનમાં બધું, છે અંશ તું તો પરમાત્માનો, કેમ ના યાદ એ રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)