Hymn No. 4415 | Date: 14-Dec-1992
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
pīlī pitāṁbarī pahērī, mukha para hāsya vērī, ūbhā chē ēvā mārā naṭakhaṭa naṁdalāla
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1992-12-14
1992-12-14
1992-12-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16402
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
છે એના વાંકડિયા કેશ, છે સદા એ બાળાવેશ, રહેવા ના દે ચિત્તડું એ લવલેશ
વાંસળી તો છે એને હાથ, ધેનું રહે તો એની સાથ, છે એવા એ મારા ત્રિભુવનનાથ
મોરપીછ મુગટ સોહાય, બાવડે તો બાજુબંધ સોહાય, હરે ચિત્તડું એ તો સદાય
મુખડું મલક મલક એનું તો થાય, કરવા દર્શન એના, ઋષિમુનિવર તલપાપડ થાય
પગમાં ઝાંઝરનો તો છે સાથ, ધીમી ધીમી ચાલે એ ચાલ, પૂછો ના મારા હૈયાંના હાલ
આંખમાંથી કરુણા સદા વહેતી જાય, મળી નજર જ્યાં એની, એ તો ભૂલી ના ભુલાય
કાલિંદીને તટ, ઊભા છે નંદકિશોર નટખટ, સદા ચાલે ચાલ એવી તો અટપટ
લાગે જાણે છે એ બેધ્યાન, રાખે સદા જગનું ધ્યાન, તોડે સહુના એ તો અભિમાન
પડે ચરણ એના તો જ્યાં, પ્રવર્તે આનંદમંગળ ત્યાં, જગમાં મળે ના એના જેવો બીજે ક્યાં
કરાવે સદા એ પ્રેમનું પાન, ભુલાવે એ જગનું ભાન, રાખજે સદા તો આ તું ધ્યાન
ઓ મારા જશોદાના લાલ, મારી નાવડી હવે સંભાળ, કરે વિનંતિ તને આ તારો બાળ
https://www.youtube.com/watch?v=Ea8dWyUagE4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
છે એના વાંકડિયા કેશ, છે સદા એ બાળાવેશ, રહેવા ના દે ચિત્તડું એ લવલેશ
વાંસળી તો છે એને હાથ, ધેનું રહે તો એની સાથ, છે એવા એ મારા ત્રિભુવનનાથ
મોરપીછ મુગટ સોહાય, બાવડે તો બાજુબંધ સોહાય, હરે ચિત્તડું એ તો સદાય
મુખડું મલક મલક એનું તો થાય, કરવા દર્શન એના, ઋષિમુનિવર તલપાપડ થાય
પગમાં ઝાંઝરનો તો છે સાથ, ધીમી ધીમી ચાલે એ ચાલ, પૂછો ના મારા હૈયાંના હાલ
આંખમાંથી કરુણા સદા વહેતી જાય, મળી નજર જ્યાં એની, એ તો ભૂલી ના ભુલાય
કાલિંદીને તટ, ઊભા છે નંદકિશોર નટખટ, સદા ચાલે ચાલ એવી તો અટપટ
લાગે જાણે છે એ બેધ્યાન, રાખે સદા જગનું ધ્યાન, તોડે સહુના એ તો અભિમાન
પડે ચરણ એના તો જ્યાં, પ્રવર્તે આનંદમંગળ ત્યાં, જગમાં મળે ના એના જેવો બીજે ક્યાં
કરાવે સદા એ પ્રેમનું પાન, ભુલાવે એ જગનું ભાન, રાખજે સદા તો આ તું ધ્યાન
ઓ મારા જશોદાના લાલ, મારી નાવડી હવે સંભાળ, કરે વિનંતિ તને આ તારો બાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pīlī pitāṁbarī pahērī, mukha para hāsya vērī, ūbhā chē ēvā mārā naṭakhaṭa naṁdalāla
chē ēnā vāṁkaḍiyā kēśa, chē sadā ē bālāvēśa, rahēvā nā dē cittaḍuṁ ē lavalēśa
vāṁsalī tō chē ēnē hātha, dhēnuṁ rahē tō ēnī sātha, chē ēvā ē mārā tribhuvananātha
mōrapīcha mugaṭa sōhāya, bāvaḍē tō bājubaṁdha sōhāya, harē cittaḍuṁ ē tō sadāya
mukhaḍuṁ malaka malaka ēnuṁ tō thāya, karavā darśana ēnā, r̥ṣimunivara talapāpaḍa thāya
pagamāṁ jhāṁjharanō tō chē sātha, dhīmī dhīmī cālē ē cāla, pūchō nā mārā haiyāṁnā hāla
āṁkhamāṁthī karuṇā sadā vahētī jāya, malī najara jyāṁ ēnī, ē tō bhūlī nā bhulāya
kāliṁdīnē taṭa, ūbhā chē naṁdakiśōra naṭakhaṭa, sadā cālē cāla ēvī tō aṭapaṭa
lāgē jāṇē chē ē bēdhyāna, rākhē sadā jaganuṁ dhyāna, tōḍē sahunā ē tō abhimāna
paḍē caraṇa ēnā tō jyāṁ, pravartē ānaṁdamaṁgala tyāṁ, jagamāṁ malē nā ēnā jēvō bījē kyāṁ
karāvē sadā ē prēmanuṁ pāna, bhulāvē ē jaganuṁ bhāna, rākhajē sadā tō ā tuṁ dhyāna
ō mārā jaśōdānā lāla, mārī nāvaḍī havē saṁbhāla, karē vinaṁti tanē ā tārō bāla
English Explanation |
|
Wearing a yellow garment (pitambari), with a smile on the face, the naughty son of Nand (Krishna) is standing.
His hair is wavy, he is always in the form of a child, he does not let even a bit of senses remain.
He has a flute in his hand, the cows remain along with him, such is the Lord of the three worlds.
The peacock feathers adorns his crown, the arms are styled with the armlets, he steals the consciousness all the time.
His face shines and glows, the saints and monks become desperate to get a glimpse of him.
The anklets give company to the legs, he walks slowly and delicately; do not ask the state of my heart.
Compassion flows from his eyes constantly, the moment we see his eyes, they cannot be forgotten ever.
Standing at the banks of river Yamuna (Kalindni) is the naughty son of Nand, his ways are always mischievous.
He appears disinterested, but he always takes care of the world, he breaks everyone’s pride.
Wherever he takes a step, everything becomes suspicious and joyful, no one can be like him in the world.
He always makes one drink the potion of love, he makes one forget about worldly affairs, always keep that in mind.
Oh darling son of Yashoda, take care of the boat of my life, please accept this humble request of your child.
|