1992-12-15
1992-12-15
1992-12-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16404
જોશે ના રે, જોશે ના ટીલાને ટપકાં, વ્હાલો મારો પ્રભુ એ તો જોશે ના
જોશે ના રે, જોશે ના ટીલાને ટપકાં, વ્હાલો મારો પ્રભુ એ તો જોશે ના
ધરાવ્યા ફૂલને હાર જીવનમાં તો તેં કેટલા, હિસાબ એનો એ રાખશે ના
તારા મહેલ મહોલાતો છે જગમાં તો કેટલી, ગણતરી એની એ તો કરશે ના
જીવ્યો જગમાં તું લાબું કે ટૂંકું, વ્હાલો મારો નજર એના પર નાંખશે ના
હતા કપડાં જગમાં તારા ચોખ્ખા કે મેલાં, એ તરફ વ્હાલો મારો જોશે ના
પુકાર્યા એને તેં મોટા અવાજે, કે ધીમા સૂરે, એ કાંઈ એ તો સાંભળશે ના
પ્રગટાવ્યા દીવડા કેટલાં તેં એના, નજરમાં એ તો કાંઈ એની તો ચડશે ના
લીધા તેં નામ એના જીવનમાં કેટલીવાર, ગણતરી એની તો એ રાખશે ના
ચડયો તું પગથિયાં મંદિરના કેટલીવાર, ગણતરી એની, એની પાસે ચાલશે ના
શ્રદ્ધા વિશ્વાસ ને તારા ભાવભર્યા ભાવ, એની પાસે પહોંચ્યાં વિના રહેશે ના
https://www.youtube.com/watch?v=HEKOZY8aG4Y
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જોશે ના રે, જોશે ના ટીલાને ટપકાં, વ્હાલો મારો પ્રભુ એ તો જોશે ના
ધરાવ્યા ફૂલને હાર જીવનમાં તો તેં કેટલા, હિસાબ એનો એ રાખશે ના
તારા મહેલ મહોલાતો છે જગમાં તો કેટલી, ગણતરી એની એ તો કરશે ના
જીવ્યો જગમાં તું લાબું કે ટૂંકું, વ્હાલો મારો નજર એના પર નાંખશે ના
હતા કપડાં જગમાં તારા ચોખ્ખા કે મેલાં, એ તરફ વ્હાલો મારો જોશે ના
પુકાર્યા એને તેં મોટા અવાજે, કે ધીમા સૂરે, એ કાંઈ એ તો સાંભળશે ના
પ્રગટાવ્યા દીવડા કેટલાં તેં એના, નજરમાં એ તો કાંઈ એની તો ચડશે ના
લીધા તેં નામ એના જીવનમાં કેટલીવાર, ગણતરી એની તો એ રાખશે ના
ચડયો તું પગથિયાં મંદિરના કેટલીવાર, ગણતરી એની, એની પાસે ચાલશે ના
શ્રદ્ધા વિશ્વાસ ને તારા ભાવભર્યા ભાવ, એની પાસે પહોંચ્યાં વિના રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōśē nā rē, jōśē nā ṭīlānē ṭapakāṁ, vhālō mārō prabhu ē tō jōśē nā
dharāvyā phūlanē hāra jīvanamāṁ tō tēṁ kēṭalā, hisāba ēnō ē rākhaśē nā
tārā mahēla mahōlātō chē jagamāṁ tō kēṭalī, gaṇatarī ēnī ē tō karaśē nā
jīvyō jagamāṁ tuṁ lābuṁ kē ṭūṁkuṁ, vhālō mārō najara ēnā para nāṁkhaśē nā
hatā kapaḍāṁ jagamāṁ tārā cōkhkhā kē mēlāṁ, ē tarapha vhālō mārō jōśē nā
pukāryā ēnē tēṁ mōṭā avājē, kē dhīmā sūrē, ē kāṁī ē tō sāṁbhalaśē nā
pragaṭāvyā dīvaḍā kēṭalāṁ tēṁ ēnā, najaramāṁ ē tō kāṁī ēnī tō caḍaśē nā
līdhā tēṁ nāma ēnā jīvanamāṁ kēṭalīvāra, gaṇatarī ēnī tō ē rākhaśē nā
caḍayō tuṁ pagathiyāṁ maṁdiranā kēṭalīvāra, gaṇatarī ēnī, ēnī pāsē cālaśē nā
śraddhā viśvāsa nē tārā bhāvabharyā bhāva, ēnī pāsē pahōṁcyāṁ vinā rahēśē nā
English Explanation |
|
He will not see, he will not see the tilak and bindi, my beloved Lord will not see that.
How many flowers and garlands you have offered in life, he will not keep a record of that.
How many houses and palaces you have in this world, he will not count that.
Whether your life was long or short in this world, my beloved will not keep a track on that.
Whether your clothes were clean or dirty, my beloved will not look at that.
Whether you called out to him softly or loudly, he will not listen to that.
How many lamps you lit for him, it will not come to his notice.
How many times you took his name in your life, he will not keep a record of that.
How many times you climbed the steps of the temple, that calculation will not work in front of him.
Trust, faith and your devotion, those are the things that will reach to him.
|