કહેવું કોને, કહેવું ક્યાં, કહેવું છે જેને, પત્તો એનો તો મળતો નથી
મળવું છે જેને, મળવું ક્યાં એને, જગમાં પત્તો એનો તો મળતો નથી
છે જગમશહુર એ તો એવો, જાણે બધા એને, મળવું ક્યાં સમજાતું નથી
લઈ જવું કેવું, લઈ જવું શું, લેશે એ તો શું, કાંઈ ખબર એની તો નથી
ગમશે એને શું, ગમશે એને કેવું, કાંઈ ખબર એની મને તો નથી
કોણ આવશે સાથે, કોણ રહેશે તો સાથે, એ તો કાંઈ કહી શકાતું નથી
થાશું સફળ મળવામાં, કે રહી જાશું મળ્યા વિના, એ તો કાંઈ કહી શકાતું નથી
મળ્યો નથી એને, ઓળખી શકીશ કેવી રીતે, એ તો કાંઈ સમજાતું નથી
લે છે વેશ એ તો જુદાને જુદા, લેશે કેવા એ તો, એ તો કાંઈ કહી શકાતું નથી
રાખી છે આશા મળવાની એને, તૂટવા એને દેવી નથી, મળ્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)