જે કાંઈ પણ છે, જે કાંઈ ભી છે, જીવનમાં તો પ્રભુ, છે એ તો તું ને તું
કરું વિચાર કરાવે એ તો તું, કરીશ એ તો હું, જે કર્તા એનો તો તું ને તું
જન્મી ભલે કહેવાયો તો હું, રહી અજન્મા તો છે, એ તો જગમાં તું ને તું
રહી ના શકું તો હું, રહીશ, રાખીશ જગમાં મને પ્રભુ, જેવો તો તું ને તું
વ્હાલો ભી તો છે તું, વેરી ભી બની જાય તો તું, બને જગમાં બધું તો તું ને તું
કહું તો બધું, કહે એ તો તું, સાંભળે પણ જગમાં એને તો તું ને તું
જગત ભી તો છે તું, જગકર્તા ભી તો છે તું, છે બધું તો તું, છે તું ને તું
કરે બધું તો તું, કરાવે બધું તો તું, કર્તા બનાવે છે શાને મને તો તું ને તું
દુઃખી તો નથી જ્યાં તું, શાને રહેવા દે છે દુઃખી જગમાં મને તો તું ને તું
મળીશ તો તું મને, મળીશ જ્યારે તને તો હું, છે મુજમાં તો જ્યાં તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)