ગમે ના તને જો પ્રભુ, રડતો રહું જગમાં, જગમાં મને તું હસતો ને હસતો રાખજે
જોવો ના હોય મને દુઃખી રે પ્રભુ, જગમાં મને તું સુખની શૈયામાં તો રાખજે
અજ્ઞાન મારું, તારા હૈયે ખટકતું હોય જો પ્રભુ, તારા જ્ઞાનના તેજ મારા હૈયે પાથરજે
અશક્તિ મારી તને ગમતી ના હોય રે પ્રભુ, તારી શક્તિનું પાન મને તો તું કરાવજે
હૈયાંની નિર્બળતા મારી, તને દૂર રાખે છે રે પ્રભુ, મક્કમતા તારી મારા હૈયાંને આપજે
દૃષ્ટિ મારી નીરખી શકે તને રે પ્રભુ, તને નીરખી શકું, એના તેજ મારા નયનોમાં રાખજો
મારા હૈયાંની કઠોરતા કડવી હોય જો તને રે પ્રભુ, તારા પ્રેમની ધારાથી મૃદુ એને બનાવજે
ક્રોધ મારો હટતો નથી જીવનમાં રે પ્રભુ, તારા શાંતિના જળથી શાંત એને બનાવજે
મારું તારું કરતું હોય બધા તારા મિલાપમાં રે પ્રભુ, મારા હૈયાંમાંથી મારું તારું મિટાવજે
રહી નથી શક્તો તારા, રહી નહીં શકે તું મારા વિના રે પ્રભુ, મિલન આપણા થવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)