લેતા નામ તારું રે માડી, આંખ સામે હસતું મુખડું તારું જો દેખાય
જીવનમાં રે માડી, બીજું મારે કાંઈ જોઈતું નથી (2)
કરતા સ્મરણ તારું રે માડી, હૈયેથી બીજું બધું જો હટી જાય
લેતા નામ તારું રે માડી, હૈયે શાંતિ જો મળતીને મળતી જાય
લેતા નામ તારું રે માડી, હૈયે વૃત્તિઓના ઉછાળા જો અટકી જાય
લેતા નામ તારું રે માડી, દુઃખ દર્દ જીવનના જો ભૂલી જવાય
લેતા નામ તારું રે માડી, જીવનમાં તારામય જો થાતાં જવાય
લેતા નામ તારું રે માડી, જીવનમાં હૈયે ને આંખડીમાં પ્રેમાશ્રુ વહી જાય
લેતા નામ તારું રે માડી, તારી નજરથી નજર મારી જો મળી જાય
લેતા નામ તારું રે માડી, જીવનમાં તારું પ્રેમપાત્ર જો બની જવાય
લેતા નામ તારું રે માડી, ફરિયાદ જીવનમાં, મારી બધી અટકી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)