ઊઠતા તારા અંતરમાં ખોટા તરંગોમાં, અંતરનો અવાજ તારો ગૂંચવાઈ જાશે કેમ કરી અવાજ તારો પ્રભુને તો પહોંચી શકશે (2)
તારી શ્રદ્ધા વિનાના તારા માંદલા સૂરો, અંતરમાં ને અંતરમાં જાગીને શમી જાશે
વારેઘડીએ તારા યત્નોના સૂરો જો બદલાતા જાશે, એકપણ સૂર તારો એમાં ના ટકશે
લોભ લાલચમાં નીકળેલો બોદો સૂર તારો, ત્યાંને ત્યાં એ તો અટકી જવાનો
ખોટી ઇચ્છાઓ ને ખોટા વિચારોના જાગતા સૂરો તારા, ના જીવનમાં ક્યાંયનો રહેવા દેશે
વિચારોના તરંગોમાં જાશે જ્યાં એવો ગૂંચવાઈ, અવાજ બહાર ત્યાં ના જઈ શકવાનો
તારી શંકાઓના સૂરોમાં, અવાજ અંતરનો દબાઈ જવાનો, બહાર ના એ નીકળી શકવાનો
માયાના સૂરોમાં ત્યાં ને ત્યાં એ ફરતો રહેવાનો, અવાજ ના આગળ વધી શકવાનો
અનેક તરંગોને હસવા પડશે, કરવો રસ્તો તારે, અવાજ અંતરનો તોજ પ્રભુને પહોંચવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)