લખ્યા જે લેખ વિધાતાએ તારા, તે વિધાતા જાણે
એ જાણવા કાજે, તું ફિકર બહુ કરે છે શાને
હાથ-પગ મળ્યા છે તને, કર્મો તું એવાં કરી લેજે
એમાં બુદ્ધિનો સંયોગ કરી, તું બધું મેળવી લેજે
મેળવતાં પહેલાં, તું સાચો વિચાર કરી લેજે
મેળવવું છે અહીં માટે કે તારા સાચા વિરામ માટે
આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે
છોડતા આ જગ લઈ જશે તેવું તું તારી સાથે
આ ઉપાધિ આકરી લાગતી હોય જો તને
કર્મો એવાં કરી, એમાંથી બચવા પ્રયત્ન તું કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)