રાતદિવસ, રમત રમતો રહ્યો તું, કર્મોને કર્મોની ગલીઓમાં
સમજીને રમજે હવે રમત તું તારી, પડશે રમત રમવી, કર્મોની ગલીઓમાં
દિન છે થોડા ને વેશ છે ઝાઝા, જગના પ્રપંચો બધા, જીવનમાં હવે તું છોડી દે
હળવા મનની હળવાશમાં, ઘૂંટડા જીવનમાં, ભરી ભરીને તો તું પીજે
કર્મોને કર્મોના ભાર વધારી, દીધું જીવન ભારે બનાવી, હવે એ બધું છોડી દે
કર્મોની ગલીઓમાં ગયો છે અટવાઈ, નીકળી બહાર શ્વાસની મુક્તિના તોલે
છે દિનની સંપત્તિ થોડી પાસે તો તારી, વ્યર્થ એને ના તું ખર્ચી લે
પડશે રમત રમવી હવે તારે ત્યાગની ગલીઓમાં બરાબર એને તું સમજી લે
ત્યાગવામાં ને ત્યાગવામાં, મંઝિલને તારી જીવનમાં ના તું ત્યાગી દેજે
ત્યાગીને કર્મો જીવનમાં તારા, પ્રભુચરણમાં બધા એને તું સોંપી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)