દેવું હોય તો દેજે રે પ્રભુ, સ્થાન તારા ચરણમાં બીજું મારે જોઈતું નથી
ચિત્ત રહે મારું, સ્થિર તારા ચરણમાં, બીજું મારે તો કાંઈ જોઈતું નથી
દેવું હોય દર્દ તો દેજે તારી યાદનું તો દિલમાં, બીજું દર્દ મારે જોઈતું નથી
સાથ મળે બીજા કે નહિ જગમાં, પ્રભુ તારા સાથ વિના બીજા સાથની જરૂરૂ નથી
જર જમીન મને જોઈએ ના રે પ્રભુ, તારા દિલ વિના બીજું મારે જોઈતું નથી
જીવન દીધું છે પ્રભુ તેં તો મને, ઉપયોગી બનું તને, એના વિના બીજું મારે જોઈતું નથી
તારી નજરમાં હું રહું, મારી નજરમાં તું રહે, એના વિના બીજું મારે જોઈતું નથી
હૈયું મારું શાંતિમાં નાચ્યા કરે, તારા ચરણમાં શાંતિ મળે, બીજુ મારે કાંઈ જોઈતું નથી
નજર મારી જ્યાં જ્યાં ફરે, દર્શન તારા ત્યાંથી મળે, બીજું મારે કાંઈ જોઈતું નથી
ચિંતા બધી મારી જ્યાં તું તો કરે, દિલમાં ચિંતા કોઈ ના રહે, બીજું કાંઈ મારે જોઈતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)