પગ તો જ્યાં લથડિયા ખાતાં જાય છે, ના કાંઈ પગનો એમાં કસૂર છે
કર્યો છે નશો દિલે, ચડયો છે દિમાગને, પગ એમાં બેતાલ બની ગયા છે
દેખાય છે ચિત્રવિચિત્ર દેખાવો નયનોને, ના નયનોનો એમાં કસૂર છે
કર્યો છે નશો દિલે, ચડયો છે દિમાગે, નયનો કાર્ય એનું ભૂલી જાય છે
જીભ તો બેફામ બોલે જાય છે, ના જીભનો તો એમાં કોઈ કસૂર છે
કર્યો છે નશો દિલે, ચડયો છે દિમાગને, તાર સંયમનો ખજાનો છૂટી જાય છે
બુદ્ધિ બેકાબૂ બની જાય છે, વર્તનમાં દેખાય છે, ના બુદ્ધિનો એમાં તો કાંઈ કસૂર છે
કર્યો છે નશો દિલે, ચડયો છે, દિમાગને, બુદ્ધિ એમાં ભાન ભૂલી જાય છે
શરીર ડોલે ડોલે થાય છે, બેકાબૂ બની જાય છે, ના શરીરનો એમાં કોઈ કસૂર છે
કર્યો છે નશો દિલે, ચડયો છે દિમાગને, શરીર એમાં તો ડોલી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)