નડે છે નડે છે, નડે છે, જીવનમાં જીવનને ઘણું ઘણું નડે છે
નડતરને, નડતરને જીવન નડે છે, જીવનને જીવનમાં નડતર નડે છે
નીકળ્યો આવકારવા વિચારોને, વિચારોને જીવનમાં વિચારો નડે છે
મુક્તિ ચાહતા આ જીવનને, જીવનના બંધનોને બંધનો નડે છે
વિરહમાં વિલસતા આ હૈયાંને, જીવનમાં અણગમતી હાજરી નડે છે
નીકળ્યો અપનાવવા સહુને પૂરા પ્રેમથી, મને મારા પૂર્વસંસ્કારો નડે છે
ત્યજી ના શક્યો મનનો ભાર જીવનમાં, પ્રગતિને મનનો ભાર નડે છે
સમજાતું નથી જ્યારે જીવનમાં શું નડે છે, જીવનને ત્યારે ઘણું ઘણું નડે છે
જીવનની શાંતિને જીવનમાં, ખુદની વૃત્તિઓને વૃત્તિઓ તો નડે છે
કર્મોથી ઘડાયું ભાગ્ય, જીવનમાં ભાગ્યને કરેલાં કર્મોને કર્મો તો નડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)