ઓળખી ના શક્યો, જીવનમાં હું તો વેશ એના, જ્યાં વિધાતાએ તો વેશ બદલ્યા
વેશ બદલ્યા જીવનમાં એણે તો એવા, બન્યું મુશ્કેલ તો વેશ એના પારખવા
રાતદિવસ રહી છે, એ સાથેને સાથે, કહી ના શકું, લેશે વેશ ક્યારે એ તો કેવા
કદી વેશ, ગમે એવા એણે લીધા, કદી વેશમાં મને એણે તો ખૂબ મૂંઝવી દીધો
લઈ લઈ વેશ રહી રમત રમી જીવન સાથે, વેશ ના એના એણે ઓળખાવા દીધા
કદી રૌદ્ર રૂપના, કદી વહાલભર્યા, રૂપોની રીતો ને રંગો એણે બદલ્યા
રૂપોને રૂપો ઘણા ઘણા બદલ્યા, બધા રૂપોએ મારા જીવન સાથે ખેલ ખેલ્યા
કંઈક રૂપોએ મને દુઃખમાં તો ડુબાડયા, કંઈક રૂપોએ મને તો સુખમાં સુવાડયા
સંગત એવી રંગત લાગે, એના રૂપના સંગે સંગે, જીવનના રંગ મારા બદલાયા
લેશે રૂપો ક્યારે એ તો કેવા, ના કહી શકાય, બને મુશ્કેલ એમાં એને ઓળખવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)