કોના કાજે ધર્યા `મા' તેં અવતાર, જગમાં વારંવાર
ભક્તોને દઈ દર્શન તારવા, કે કરવા પાપીઓનો સંહાર
પ્રહલાદને ઉગારવા કે હિરણ્યકશ્યપ મારવા, ધર્યો નૃસિંહાવતાર
રાવણને મારવા કે માતા કૌશલ્યાની તેં સુણીતી પુકાર
ભક્ત વિભીષણ તારવા કે હનુમાન કાજે, ધર્યો તેં રામાવતાર
માતા દેવકી ને જશોદા કાજે, કે કંસ-દુર્યોધનનો કરવા સંહાર
અર્જુનના સાથી બનવા કે દ્રૌપદીની લાજ રાખવા, ધર્યો કૃષ્ણાવતાર
શું હિંસાની લીલા વધીતી જગમાં, ને વધ્યો હતો એનો ભાર
તેથી `મા' લેવો પડ્યો તારે, મહાવીર અને બુદ્ધાવતાર
મીરાંનાં ઝેર પીવા કે કાર્યો કરવા, લીધો નહોતો અવતાર
નરસિંહ મહેતાનાં કાર્યો કર્યાં, લીધા વગર તેં અવતાર
જગમાં આજે પાપો બહુ વધ્યાં, ને વધ્યો છે તેનો ભાર
હવે એ દૂર કરવા `મા', તું કયારે લેશે કલ્કિ અવતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)