એકલાને એકલા પડશે જાવું તારે જગમાંથી, આવશે ના તારા કોઈ સાથ ને સંગાથી
આવશે તો સાથે તારાને તારા તો કર્મો, બનશે અને રહેશે તારા સાથ ને સંગાથી
હર્યાફર્યા જીવનમાં તો જેની રે સંગે, રહ્યાં ને બન્યા એ તો તારા દેહના સંગાથી
લઈને આવ્યો રે જગમાં તો તું કર્મો તારા, કર્મો તો રહેશે તારા, સાથ ને સંગાથી
છોડશે ના કાર્મો તને, પળવારભી તારા, છે અને રહેશે તારા એ સાથ ને સંગાથી
માનતો અને ગણતો રહ્યો જેને તું સંગાથી, દેશે અને બનશે સ્મશાન સુધીના સાથ ને સંગાથી
વિચારો અને વૃત્તિઓ રહી બદલાતી, રહી ને બની ના શક્યા સાથ ને સંગાથી
સુખદુઃખ રહ્યાં સદા સંકળાયેલા, જીવન તૂટતા, તૂટી સાંકળ એની, બનશે ના એ સાથ કે સંગાથી
સમજી લે જીવનમાં તું, જીવનના તારા સાથને સંગાથી, આવશે ના સાથે બનીને સાથી ને સંગાથી
જગ નથી કાંઈ ધામ તારું, પડશે છોડી જાવું તારે, આવશે ના કોઈ, સાથે, સાથ કે સંગાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)