દુઃખદર્દમાં તો હતો આશરો ખ્વાબનો, ખ્વાબ પણ રિસાઈ ગયા
રીઝવવા નથી મારે ખ્વાબને, પ્રભુ દેવો આશરો તમે ચૂકી ના જતા
તકદીરે ખૂબ ખેલ ખેલ્યાં જીવનમાં, પ્રભુ શાને તમે એ તો જોતા રહ્યાં
સોંપી દેવા હતા અમને તો જો કિસ્મતને, શ્વાસ વિશ્વાસના સાને ભરી દીધાં
ભર્યા હતા જામ, લાવી એને હોઠો સુધી, કિસ્મતે તો એ ઢોળી દીધાં
ખુદ કિસ્મત બન્યું છે વેરી જ્યાં, પ્રભુ આશરો દેવું તો ચૂકી ના જાતા
લડત છે મારી, મારા કિસ્મતની કિસ્મત સામે, બની પ્રેક્ષક, ના જોઈ રહેતા
થાકી થાકી આવીએ અમે, એ પહેલાં, શાને તમે, ચરણે અમને નથી લેતા
હશે કર્મો ભલે અમારા તો ગમે તેવા, શાને માર્ગ અમને નથી બતાવતા
હવે વાર કરશો ના તમે પ્રભુ, આશરો દેવું અમને, તમે ના ચૂકી જતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)