બની કાતિલ કર્યા વાર તમે તો એવા, દર્દ વિના પણ દર્દી બનાવી દીધા
ચેન દીધું તમે એવું તો કેવું, તમારા પ્રેમમાં તો બેચેન બનાવી દીધા
અનજાન રહીને તો જીવનમાં, અમારા જીવનની તો જાન તમે બની ગયા
દીધી પ્રેમની ગરમી, જીવનમાં અમને, એવી, તમારા પ્રેમમાં પીગળાવી દીધા
જલાવી વિરહનો અગ્નિ હૈયાંમાં તો એવો, વગર તાપે અમને જલાવી દીધા
તારા પ્રેમના પ્યાલા, પીવરાવી, જીવનને મીઠું મધ જેવું બનાવી દીધું
ના છો તમે તો કોઈ લૂંટારા, અમારી નીંદના લૂંટનારા તમે બની ગયા
દુનિયા કેરા દાવમાં પ્રભુ તેં તો અમને, કર્મોના દાવમાં તો લગાવી દીધા
ઝંખના મુક્તિની જગાવવા અમારામાં, અનેક બંધનોમાં અમને તો બાંધી દીધા
તારા પ્રેમમાં તડપાવી તડપાવી તો અમને, તારા પ્રેમમાં પાગલ તો બનાવી દીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)