કોઈ તો તારું બનશે, બેલીડા, જીવનમાં કોઈ તો તારું રહેશે
હતાશાનો ચિરાગ બેલીડા, જીવનમાં જલાવે છે શાને તું હૈયે
જગ તો છે આવડું મોટું, તારા મનનો તને, એક તો તને મળશે
જુએ જ્યાં ભલે નફરતથી તને, કોઈ એક તો તારા પગલાં પૂજશે
સમજે ના ભલે કોઈ ભી તને, જીવનમાં સમજવાનો ડોળ તો સહુ કરશે
દેખાડી શકીશ ના તું આંસુડા તારા, છાને ખૂણે અંતર તારું તો રડશે
હૈયાંની વાટે ચાલવું છે તારે બેલીડા, કોઈ તો સાથ તને તો દેશે
છાનીછૂપી થાતી ભીની પાંપણ તો તારી, કોઈ તો એને તો લૂછશે
નથી જોયું જગે તો તને, તારી નજરથી, કોઈ તો તને તારી નજરથી જોશે
રહ્યાં ને છે પ્રભુ તો સત્યના સાથી બેલીડા, એ તો તારાને તારા રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)