થાતું ને થાતું રહ્યું છે, બધું તો જીવનમાં, બધું તો જીવનમાં (2)
ના મને એ ગમ્યું છે, ના તને એ ગમ્યું છે, ના તને એ મંજૂર છે, ના મને એ મંજૂર છે
શિકાયત ને શિકાયત કરવીને કરવી તને રે જીવનમાં - ના...
તકદીર રહી છે, બદલાતીને બદલાતી, જીવનની પૂનમને અમાસમાં - ના...
`હું' પદના હુંકારાને હુંકારા, નીકળતાને નીકળતા રહ્યાં રે જીવનમાં - ના...
પોકળ ને પોકળ વાણી, કાઢતાને કાઢતા રહેવું રે જીવનમાં - ના...
માયા ને માયાની જાળમાંથી, કાઢયો ના પગ, મેં તો જીવનમાં - ના...
વિતાવ્યુંને વિતાવ્યું જીવન તો, આળસમાંને આળસમાં - ના...
છૂટયો ના હું જીવનમાં તો, કર્મોને કર્મોની રે જંજાળમાં - ના...
રમત ને રમત રમતો રહ્યો હું, સ્વાર્થની ને સ્વાર્થની જીવનમાં - ના...
એકલવાયો ને એકલવાયો, પડતોને પડતો ગયો હું તો જીવનમાં - ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)