હું, `હું' ને ના ઓળખી શક્યો, જ્યાં હું `હું' ને `હું'ં માં ડૂબી ગયો
હું જ્યાં હું ને હું ને ના ભૂલી શક્યો, ત્યાં હું, હું તો ના શોધી શક્યો
હું જ્યાં હું ને હું ના આવરણમાંથી કાઢી શક્યો, ના હું, હું ને વણી શક્યો
હુ જ્યાં હું ને હું માંથી મુક્ત કરી શક્યો, હું, `હું' ને ત્યાં ના મળી શક્યો
હું જ્યાં અનેક હું માં કેંદ્રિત બની ગયો, હું ને હું માંથી કાઢવો મુશ્કેલ બન્યો
હું જ્યાં એ અનેક હું પાછળ દોડતો રહ્યો, હું મારા હું ને ના શોધી શક્યો
હું ના સમજી શક્યો, અનેક હું માં વ્હેંચાયેલો હતો, હું, હું ને હું માં ડૂબતો ગયો
હું જ્યાં મારા હું ને ના ઓળખી શક્યો, હું મારા હું ને ના મળી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)