હસતાને હસતા, રાખજો જીવનમાં, અમને રે વિધાતા
હરી લેજો જીવનના દુઃખો બધા, અમારા રે વિધાતા
આવે દુઃખના ડુંગરો જીવનમાં, કરજો હળવા, એને રે વિધાતા
આગળ વધવાના, ખુલ્લા રાખજો રસ્તા અમારા રે વિધાતા
શક્તિને શક્તિ, જીવનમાં અમારી, હરી ના લેજો રે વિધાતા
કદમ કદમ પર અમારા, વાવજો ના કાંટા, તમે રે વિધાતા
એકલવાયા ને એકલવાયા, જીવનમાં પાડી ના દેજો, અમને રે વિધાતા
જીવનમાં જીવનથી વિમુખ કરી ના દેજો, અમને રે વિધાતા
કરો છો ભલે અમારા કર્મો મુજબ, કર્મો પર રહેમ કરજો રે વિધાતા
અમારા અવળા કર્મો પર, હળવાશથી જોજો તમે રે વિધાતા
પથ ભૂલેલા જગમાં હતાં અમે, પથ પર ચડાવી દેજો રે વિધાતા
ત્રાસ્યા છીએ કર્મોથી અમે અમારા, પ્રભુ સાથે મળવા દેજો રે વિધાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)