છે એ તો, મૂંઝવણ તો મારી, છે એ તો, મૂંઝવણ તો મારી
રાહ જોઈ રહ્યું છે મોત તો મારી, રાહ જોઈ રહ્યાં છે પ્રભુ ભી મારા
પહોંચીશ જીવનમાં હું પાસે કોની, છે એ તો મૂંઝવણ તો મારી
પકડી છે રાહ જીવનમાં મેં તો, છે રાહ એ તો સાચી કે ખોટી
રાહ જોઈ રહ્યો છું, જીવનમાં કોણ આવશે એની છે એ મૂંઝવણ તો મારી
ટકરાઈ રહી છે રાહ જીવનમાં, મારી આશાઓની ને પુરુષાર્થની
કઇ બાજુ વળશે રાહ જીવનમાં તો મારી, છે એ, મૂંઝવણ તો મારી
તેજભરી કે કંટકભરી, ચાલી રહ્યો છું હું તો રાહે રાહે તો મારી
મળશે કોણ ને કોવા એમાં તો સાથી, છે એ મૂંઝવણ તો મારી
નથી કાંઈ હું પરમ પ્રતાપી, પરમ વીર કે નથી પરમ જ્ઞાની
પહોંચાડશે જો રાહ તો મારી, પ્રભુ પાસે મારી, ટળશે તો મૂંઝવણ મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)