કસોટીને કસોટી, જીવનમાં તો સહુની થાતીને થાતી જાશે
કોણ કેટલા પાણીમાં છે, જીવનમાં એ પરખાઈ જાશે
વાવંટોળ જીવનમાં તો આવતા જાશે, ખમીરવંતા એમાં સ્થિર રહેશે - કોણ...
અહં ને અભિમાનના જીવનમાં ફૂલેલા ફુગ્ગા, એમાં એ તો ફૂટી જાશે - કોણ...
ખાઈ માર કસોટીના, કંઈક તૂટી જાશે, તરવૈયા એમાં તો તરી જાશે - કોણ...
કોઈ આનંદમાં એને મહાલશે, કોઈ એમાં ચિંતામાં તો ડૂબી જાશે - કોણ...
કંઈકના નાકના ચડેલા ટેરવા, એની અડફટમાં તો તૂટી જાશે - કોણ...
કસોટીને કસોટી કંઈકના જીવનમાં, મોટી ઉથલપાથલ કરી જાશે - કોણ...
કંઈક ચાલ્યા હતા જે રાહ પર, જીવનમાં રાહ એ તો ભૂલી જાશે - કોણ...
કંઈક નવા જોમના પીને જામ એવા, નવા તેજે એ પ્રકાશી ઊઠશે - કોણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)