હૈયાંની વ્યથાને તો જ્યાં, વાચા ફૂટી, બની અશ્રુની ધારા, નયનોથી વહી
ઝીલી ઝીલી ઘા જીવનના, ઋજુ એ તો બની, કોમળ ઘા પણ ના એ સહી સકી
તૂટયા સહનશીલતાના બંધ એના તો જ્યાં, બની અશ્રુધારા, નયનોથી વહી
જુદી જુદી વાતો, કરી ગયા ઘા જુદા જુદા, જખમથી એના ધારા નયનોથી વહી
સંભાળ્યું ઘણું ઘણું જીવનમાં એણે, કંઈક તીરો, ગયા એના કવચને ભેદી
હરેક ઘાની હતી વ્યથા તો જુદી, હતી તીવ્રતા એની તો જુદીને જુદી
હરેક વ્યથાને તો જ્યાં વાચા ફૂટી, નાની વ્યથા પણ, બની ગઈ ત્યાં મોટી
હૈયાંને વ્યથાથી જો શકીશ ના બચાવી, અશ્રુની ધારા જાશે નયનોમાંથી વહી
દુઃખદર્દને દૂર, રાખજે હૈયાંથી તું, વ્યથા બનીને, જાય ના તને એ પીડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)