જરા જરામાં, જરા જરામાં, ખોયું જીવનમાં તો ઘણું, એ તો જરા જરામાં
ચૂક્યા લક્ષ્ય અમે જીવનમાં ત્યાં, ચૂક્યા અમે એ તો, જરા જરામાં
બની ગયું જીવન તો પતનની કહાની, લપસી ગયા જીવનમાં જ્યાં જરા જરામાં
ચૂકી ગયા સફળતાના શિખરો જીવનમાં, ચૂક્યા પુરુષાર્થ અમે જરા જરામાં
બદલ્યો ના જીવનમાં અમે સ્વભાવ, કરતા રહ્યાં ક્રોધ અમે જરા જરામાં
બદલતાં ગયાં દિશાઓ જીવનમાં, ભૂલ્યા લોભમાં જીવનમાં અમે જરા જરામાં
સરક્યાં આંસુઓ, સરજી ગયા જીવનનો ઇતિહાસ, વહાવ્યાં એને જ્યાં અમે જરા જરામાં
ખરડાયું જીવન અમારું, કાદવકીચડમાં, ગબડતા રહ્યાં જીવનમાં અમે, જરા જરામાં
વધી ના શક્યા આગળ જીવનમાં, તૂટયા વિશ્વાસમાં જીવનમાં, અમે જરા જરામાં
રહી ના શક્યા જીવનમાં, પ્રભુના શુદ્ધ ભાવમાં, જોવરાવી પ્રભુને રાહ અમે જરા જરામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)