એ તો તારી હાર છે, એમાં તારી હાર છે, એ તો તારી હાર છે
જાગ્યો ના પ્યાર, પ્રભુ માટે તારા જીવનમાં, એમાં એ તો તારી હાર છે
કરી ના શક્યો, દુઃખદર્દ સહન જીવનમાં તું, એમાં એ તો તારી હાર છે
સમજી ના શક્યો પ્રભુને ને પ્રભુના સ્વરૂપોને તું, એમાં એ તો તારી હાર છે
સળગ્યો છે દાવાનળ જીવનમાં, છુપાવી ના શક્યો હૈયાંમાં, એમાં એ તો તારી હાર છે
કરી સાધનાને સાધના, પામી ના શક્યો લક્ષ્યને જ્યાં, એમાં એ તો તારી હાર છે
મારું તારું જાગ્યું જીવનમાં, ખેંચાયું જીવન જ્યાં એમાં, એમાં એ તો તારી હાર છે
લોભમાં ને લોભમાં તણાઈ જીવનમાં, ગુમાવી શાંતિ એની, એમાં એ તો તારી હાર છે
સમજાયા વિના, દેતો રહ્યો સલાહ, ભલું થયું ના કોઈનું, એમાં એ તો તારી હાર છે
આળસમાંને આળસમાં રહ્યો છે ગુમાવતો જગમાં આયખું તારું, એમાં એ તો તારી હાર છે
રહ્યો જીવનમાં ધ્યેય જ્યાં બદલાતોને બદલાતો, આવ્યું ના કાંઈ હાથમાં, એમાં એ તો તારી હાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)