હજારો દુશ્મનો ઊભા છે તારી આંખ સામે, કોણ કરશે એમાં શું એ કેમ કહેવાશે
સુખચેનથી ના તને એ રહેવા દેશે, સુખચેનથી ના તને એ સુવા દેશે
હશે દુશ્મન ભલે નાનો કે હશે એ મોટો, દુશ્મન એ તો દુશ્મન કહેવાશે
બેધ્યાનને બેધ્યાન રહ્યાં જિંદગીમાં જ્યાં, સંખ્યા એની તો વધતી જાશે
કરશે ઘા એમાંથી કોણ અને ક્યારે, જીવનમાં ના એ તો કહી શકાશે
દુશ્મનાવટ જીવન તો જ્યાં ઊભી થાશે, યાદ દુશ્મન ત્યારે જરૂર આવશે
દુશ્મનોને દુશ્મનો ઊભાને ઊભા થાતા જાશે, એ બધા હિંમત તારી હરી લેશે
જીવનમાં જ્યાં જ્યાં એ તો જાતા જાશે, નજર તારા ઉપર એ રાખતા રહેશે
ચારે તરફ જ્યાં દુશ્મનોથી ઘેરાઈ જાશે, કરશે ત્યારે તું શું ના કહેવાશે
કંઈક દુશ્મનો ખાલી દુશ્મનાવટ રાખશે, કંઈક અન્યની દુશ્મનાવટ ઊભી કરાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)