ખેલ્યો, ખેલ્યો, જંગ જીવનમાં તું એવો કેવો
ના તને હાર મળી કે, ના તને જિત મળી
ખેલી ખેલી જંગ જીવનનો જીવનમાં તો તું શું પામ્યો
જીવનમાં તો તેં, પોરો ખાવાનો મોકો મેળવ્યો
સાથને સાથીદારો તો મેળવી, ગયો જંગને તું અધૂરો છોડી
હર વખત નવા લેબાશમાં, પડયો જંગ તારે તો ખેલવો
હર વખત મળ્યા એના એ સાથીદારો તને નવા લેબાશમાં
હર વખતની જેમ, એ જંગમાં ના તને હાર મળી ના તને જિત મળી
કરી કરી સુંદર શરૂઆત, રાખ્યો અધૂરો, આળસને નોતરી
ખેલ્યો જંગ નિયમો ના પાળી, ના તને હાર મળી ના તને જિત મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)