રહ્યો છે માનવ, કરતોને કરતો જીવનમાં એની તો ખૂબ ધમાલ
ચાહે છે માનવ, કરે પ્રભુ, એના જીવનમાં તો ખૂબ કમાલ
કરતોને કરતો આવ્યો, માનવ એના જીવનમાં તો ગોલમાલ
રાખે છે એ ખુદને ખયાલમાં, કરતો નથી અન્યના એ તો ખયાલ
ઊભી કરતો આવ્યો છે ને રચતો આવ્યો છે, પ્રભુને એની વચ્ચે દીવાલ
દુઃખો રહ્યાં છે કરતા ઊભા, લૂછવા આંસુ, રહ્યો છે ગોતતો રૂમાલ
રહ્યો છે ઊંચકતો ભાર કર્મોના, બની ગયા છે જ્યાં કર્મોના હમાલ
કરતાને કરતા રહ્યાં કામો ખોટા જીવનમાં, થાતાં રહ્યાં જીવનમાં પાયમાલ
થાશે કે કરશે જીવનમાં ઓછી એ ધમાલ, થઈ જાશે જીવનમાં એ તો માલામાલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)