જીવી રહ્યો છું એક જીવનમાં તો બે જીવન, બંને જુદા જુદા
છે એક જીનવ તો મારા અંતરનું, છે બીજું તો જીવન જાહેર
અંતરના જીવનથી તો મારા, રહ્યાં છે અજ્ઞાન, જગમાં બધા
મારા જહેર જીવનથી તો છે, જગમાં એનાથી જાણકાર સઘળા
કરી કોશિશો અંતર જીવનને છુપું રાખવા, ના કામયાબ એમાં રહ્યાં
ચડયા છે સોપાન જીવનના, રહે અંતર તો ઓછું, એ બંને જીવનમાં
ચોંકી જાઉં છું હું ખુદ, કરું છું વિચાર જીવનમાં, જ્યાં બંને જીવનના
ખાતા નથી, ખાધા નથી, મેળ તો જગમાં, મારા આ બંને જીવનના
કરી નથી શક્તો બાંધછોડ બંને જીવનમાં, બંનેને એક કરવામાં
અકળાઈ જાઉં છું જીવનમાં, જગમાં વહે છે જ્યાં બંને એ જુદી દિશામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)