લાખ અવગુણો હશે પ્રભુ, અમારામાં તો ભલે
એક ગુણ એવો તું ભરજે, પહોંચાડે અમને જે તમારા ચરણે
ગૂંથાયેલા હોઈએ ઘણાં અમે તો પ્રભુ, જીવનમાં તો ભલે
દેજે એક ક્ષણ નિરાંતની અમને, કરી શકીએ યાદ પૂરા પ્રેમથી તને
રહ્યાં છો વ્યાપ્ત જગમાં તો બધે, ભલે તો તમે
દેજો દૃષ્ટિ એવી તો અમને, જોઈ શકીએ તને તો અમે
દીધા છે ચરણો ઘૂમે છે જગમાં બધે એ તો ભલે
આવીને અટકે પ્રભુ જગમાં એ તો દ્વારે તો તારે
દીધું છે હૈયું કોમળ તેં તો જીવનમાં, અમને તો ભલે
જોજે જીવનની ઝંઝાવાતમાં જગમાં ના એ તો તૂટી પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)