નાની અમથી ભૂલના, આવ્યા પરિણામો જીવનમાં તો મોટા મોટા
જીવનમાં તો જે છે, બની ગયા એ તો હતા
સહજતાથી કહેવાઈ ગયા બે શબ્દો કડવા, વીંધી ગયા એ તો હૈયાં
જીવનમાં મિત્ર તો જે હતાં, જીવનમાં દુશ્મન બની એ તો બેઠાં
ધંધામાં, નાની અમથી ગણતરીના ભૂલના આવ્યા પરિણામ ખોટા
ધંધામાં નફાને તો એ, નુક્સાનમાં બદલાવી ગયા
પોતાની શક્તિના, કચાશ કાઢવાની ભૂલના પરિણામો આવ્યા ઊલટાં
જીવનમાં ધારી મંઝિલે તો ના પહોંચી શક્યા
માનવીને ઓળખવામાં, નાની અમથી ભૂલના પરિણામો આવ્યા મોટા
જીવનમાં સાવધ રહેવા છતાં, જીવનમાં તો છેતરાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)