જગમાં પ્રભુના જેવો તો કોઈ નથી (2)
ભર્યો છે અહં ભારોભાર ભલે એમાં, અહંનો એમાં તોયે કોઈ અંશ નથી
દુઃખદર્દથી વિચલિત એ થાતો નથી, દુઃખદર્દમાં દોડયા વિના રહેતો નથી
આકાર તો નથી જગમાં કોઈ એનો, સુંદર આકાર એના જેવો કોઈ નથી
જાણકારીનો જાણનાર અને પચાવનાર, જગમાં એના જેવો બીજો કોઈ નથી
પૂર્ણ શક્તિનો પૂંજ અને શક્તિનો દાતા, જગમાં એના જેવો બીજો કોઈ નથી
સૌમ્ય, સરળ અને શક્તિશાળી છે એ જગમાં, શક્તિશાળી એના જેવો બીજો કોઈ નથી
પ્રેમનો સાગર અને ભાવનો સાગર છે એ જગમાં, પ્રેમમય ભાવમય એના જેવો બીજો કોઈ નથી
કરતા રહ્યાં છે જગમાં હિત એ સહુનું, એના જેવો હિતકર્તા બીજો કોઈ નથી
મહાનતાની સીમા પહોંચી શક્તી નથી એને, એના જેવો મહાન બીજો કોઈ નથી
તારે છે જગમાં એ તો સહુને, એના જેવો તારણહાર બીજો કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)