જલાવી દો એ દુનિયા જલાવી દો એ દુનિયા
લગાવી આગ જેણે, જીવનમાં તો તમારા
ગણી અંગત જીવનમાં, હૈયાંમાં તો જેને સ્થાપ્યા
દીધો ઉત્પાત મચાવી, હૈયાંમાં એણે તમારા
બની ગયા પરવશ જીવનમાં, હવે તમે તો એવા
પ્રવેશવું ના હતું જે જીવનમાં, એમાં પ્રવેશ્યા
સીધી સાદી ગલીઓ જીવનની, ગયા તો ભૂલી
અંધારીં ગલીઓમાં જીવનમાં પ્રવેશ્યા
ચૂકી ગયા હતા શું જીવનમાં, તમે તમારા રસ્તા
અજાણી રાહો ઉપર, ડગ શાને તમે માંડયા
અન્ય પ્રકાશમાં ગયા હતા એમાં શું અંજાઈ
રાહ તમારી તમે, એમાં તો ચૂકી ગયા
શાંતિભર્યા શ્વાસોની કરો હવે આરાધના
તેજ અને શાંતિ મળે, તમને તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)