જનેતા તું, જનેતા તું, જનેતા તું, જ તો છે નેતા તો મારી
જગમાં જીવનમાં તો છે માનવી માટે બધી વાતો તો તારી
સુખે દુઃખે તો જગમાં, લીધો સદા તેં તો જગમાં મને સંભાળી
ગણું ઉપકાર કેટલા છે, સદા જીવનમાં, ઉપકારની મૂર્તિ તું મારી
થાકું કે હારું જીવનમાં જ્યાં, આવે સાંભરી, મીઠી ગોદ તો તારી
વેઠી વેઠી કષ્ટો કેટલાં જીવનમાં, દીધો માનવ મને જગમાં બનાવી
મુસીબતોમાં પડયો જીવનમાં જ્યારે, ઊભી ત્યારે તું ઢાલ બનીને મારી
પ્રેમના સાગર રહ્યાં સદા છલકાતા, હૈયાંમાંને આંખોમાં તો તારી
રાખે સંભાળ જગની પ્રભુ બાળ ગણી, રાખવા સંભાળ બાળની નિર્ણય લે કરી
ગોતું જગમાં ફરી ફરી બધે હું, મળે ના ક્યાંય, જગમાં તારી તો જોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)