થયું કામ જીવનમાં જ્યાં શરૂ, વિચાર થાય ત્યાં શરૂ, હવે પછી તો શું
જીવનયાત્રા મરણ તરફ થઈ શરૂ, થાય ત્યાં શરૂ મરણ પછી તો શું
મળી મંઝિલ જ્યાં નથી, દેખાઈ ત્યાં તો બીજી, થાય ત્યાં શરૂ, મંઝિલ પછી તો શું
વિચાર થઈ જાય શરૂ, વિચાર વિના ના અટકયું, વિચાર પછી તો શું
બંધાયા સંબંધ જીવનમાં, સગપણ થયું ત્યાં શરૂ, સગપણ પછી તો શું
હર ચીજ માંગશે પુરુષાર્થ પહેલો, કાર્ય પુરુષાર્થ થાય શરૂ, પુરુષાર્થ પછી તો શું
થાય એક કાર્ય જ્યાં શરૂ, રાહ જોઈ હોય બીજું ઊભું કાર્યને કાર્ય પછી તો શું
વાત થઈ જાય શરૂ, થઈ જાય એમાંથી બીજી શરૂ, એ વાત પછી તો શું
શરૂઆત કરવી પડે તો શરૂ, થઈ જાય ત્યાં એ શરૂ, શરૂઆત પછી તો શું
પ્રશ્ન મનમાં થઈ ગયા શરૂ, ઉત્તર મળવા થઈ ગયા શરૂ, ઉત્તર પછી તો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)