હર વાતને મચકોડી, સમજશક્તિ તો ગુમાવી, બરબાદી તારી તો તેં નોતરી
પ્રેમને જીવનમાં તરછોડી વેરનો અગ્નિ જલાવી, બરબાદી તારી તો તેં નોતરી
વિશ્વાસભર્યા હૈયાંમાં, શંકાના બીજ તો વાવી, બરબાદી તારી તો તેં નોતરી
કાર્યની શરૂઆત કરી, અધવચ્ચે ધીરજ તો ગુમાવી, બરબાદી તારી તો તેં નોતરી
જોઈને અન્યને સુખી, થયો ના રાજી હૈયાંમાં ઈર્ષા જગાવી, બરબાદી તારી તો તેં નોતરી
લોભમાં તો તણાઈ, રાહ અધર્મની તો પકડી, બરબાદી તારી તો તેં નોતરી
લોભમાં તો તણાઈ, પાપની તો રાહ પકડી, બરબાદી તારી તો તેં નોતરી
સંયમનો માર્ગ ત્યજી જીવનમાં નિરંકુશ તો બની, બરબાદી તારી તો તેં નોતરી
સત્યની અવગણના કરી, અસત્યની રાહે ચાલી, બરબાદી તારી તો તેં નોતરી
જીવનમાં ખોટી ખટપટો કરી, સમય વ્યર્થ ગુમાવી, બરબાદી તારી તો તેં નોતરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)