માન્યું કે જીવનના સંજોગો તમને તો ધ્રુજવી ગયા
દિલ જલાવી, કરવા તાપણું એનું, શાને તમે બેસી ગયા
માન્યું કે હતી જરૂર તમને જીવનમાં તો પ્રેમની હૂંફની
પ્રભુના પ્રેમની હૂંફ લેવા જીવનમાં તમે કેમ ના દોડી ગયા
માન્યું કે એકલવાયુ ને એકલવાયા જીવનમાં ખૂબ અકળાઈ ગયા
લઈ સાથ પ્રભુનો જીવનમાં તમે એ કેમ દૂર ના કરી શક્યા
માન્યું કે દુઃખદર્દની હતી, જીવનમાં તો હદબહારની માત્રા
શાને દુઃખદર્દ તમારું, પ્રભુ પાસે તમે, ખાલી કરી ના શક્યા
માન્યું કે તકલીફોને તકલીફો, આવતીને આવતી રહી જીવનમાં
શાને તમે એને, ના ભૂલી શક્યા કે પ્રભુને એ ના સોંપી શક્યા
માન્યું કે જીવન તો છે, જીવનભરની પ્રગતિની તો યાત્રા
શાને તું પ્રભુના ચરણને, પ્રગતિનું ઉત્તમ શીખર ગણી ના શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)