સુખદ કાળમાં, તારા કર્મોનો વિચાર જ્યાં કરશે, નયનો તારા એમાં ભીંજાઈ જાશે
કરનાર તો તું ને તું હતો, જોઈને કર્મો તો તારા, આશ્ચર્યમાં તો તું પડી જાશે
હેરત પમાડનારની તો છે આ વાત, હેરતમાં એમાં તો તું ને તું પડી જાશે
કરતા ને કરતા, થઈ ગયા કર્મો, ના ચિત્તમાં કે દિલમાં હવે એ વસી જાશે
કરીશ કદી તારા કર્મો પર વિચાર ઊંડા, નીંદ તારી એમાં તો ઊડી જાશે
કર્યા છે કર્મો જીવનમાં જ્યાં, વિચાર કરવા પડશે, હેરત ભલે એ પમાડી જાશે
કરતા કરતા તો થઈ ગયું, વિચાર આવ્યા પછી, પછી તો શું થઈ જાશે
હરેક કર્મો, નોતરે છે કર્મો બીજા, વિચાર આવે, ક્યારે કર્મો અટકી જાશે
સુખને દુઃખમાં દુઃખને સુખમાં, છે તાકાત ફેરવવાની કર્મોની, કર્મો એ કહી જાશે
થયા ના કોઈ ધાર્યા કર્મો, તો એ જીવનમાં કહેતાંને કહેતાં જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)