રહ્યાં છે જીવનમાં તો, કર્મો સદા તો બોલતા, ભાષા એની સમજવાની જરૂર છે
રહ્યાં છે કર્મો, છાપ પાડતા એની તો જીવન પર, છાપ એની જોવાની તો જરૂર છે
જીવન તો છે કર્મોની તો ભાષા, જગમાં જીવનને તો સમજવાની તો જરૂર છે
કર્મોની ખટપટ થાતી તો રહેશે, જીવનમાં એની ખટપટને તો સમજવાની તો જરૂર છે
રહ્યાં છે હાથ સદા, ઉપર તો કર્મોના, જીવનમાં તો સદા એ સમજવાની તો જરૂર છે
પુરુષાર્થ પણ જાય છે બની વિવશ, જીવનમાં કર્મો પાસે એ સમજવાની તો જરૂર છે
કર્મોને ભૂલી જાશો તમે, કર્મો ના ભૂલી જાશે તો તમને એ સમજવાની તો જરૂર છે
કર્મોએ સતાવ્યા ભલે સહુને, સાથ કર્મોના ના છૂટવાના છે, એ સમજવાની તો જરૂર છે
કર્મોએ કર્યું નથી નુકસાન તારું, કર્મોએ ચેતવ્યો છે તને એ સમજવાની તો જરૂર છે
કર્મોની ગલીઓમાં ના ભટકવાની તો જરૂર છે, એના ધાર્યા માર્ગે ચાલવાની તો જરૂર છે એ સમજવાની તો જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)