રચી પૂરા પ્રેમથી જીવનમાં તો, તારી તો તેં ઇમારત
મરમ્મત વિના એ તો, ખંડેરની જેમ, એ તો ઊભી છે
તેં અને તારા કિસ્મતે, જીવનભર કરી છે એની તો શરારત
બની ખંડેર એ તો ઊભી છે, હાલત એની એ તો કહી રહી છે
કરી સહન બધું, બની ખંડેર ના તોયે એને કરી છે શિકાયત
પ્રેમ નજરે સદા, તોયે એ તો સદા પ્રેમથી નીરખી રહી છે
રચી ઇમારત, બની એ ખંડેર, છે તારી એને એ તો ઇનાયત
વા વંટોળના વાયરામાં, આજ બની ખંડેર, એ તો ઊભી છે
બની જાશે એ ચેતનવંતી, મળશે જો એને, તારા પ્યારભરી મહોબત
એ ખ્વાઈશ ભરીને દિલમાં પ્રતીક્ષા એની એ તો કરી રહી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)