આજના માનવને તો સંતોષ નથી (2)
નીત નવી ક્ષિતિજો રહી છે ઊઘડતી, થયો છે એમાં એ તો ભૂખ્યો
ઝૂંપડી ભૂલી એ બંગલામાં વસ્યો, મનનો તો એ નિષ્ઠુર બન્યો
હતા જીવનમાં જ્યાં સંબંધો થોડા, હતો જીવનમાં એને પ્રેમથી જાળવતો
આજ નીતનવા સંબંધો રહ્યાં બંધાતા, સબંધોમાં એ બેદરકાર બન્યો
અંકુશ નીચે પહેલાં હતો એ વસતો, આજ વડીલોનો અંકુશ છૂટયો
મહેનત વિના પામવા, આજ દોડધામની મહેનત રહ્યો છે કરતો
નીત નવા માનવને મળી, છાપ કરી ઊભી, રહ્યો છે ફાયદો એનો લેતો
રહ્યો છે પુરાઈ, એ ચાર દીવાલોની વચ્ચે, કુદરતનો સંપર્ક એનો તૂટયો
ધાંધલધમાલમાં રહ્યો એ પ્રગતિ જોતો, શાંતિ રહ્યો એમાં એ ખોતો
નવા સંબંધોની ગરમી લેવા દોડયો, જૂના સંબંધોની ઉષ્મા એ ભૂલ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)