જલાવજે દિલમાં જ્યોત તું એવી, બુઝાયે ના જે કદી, જે સદા જલતી રહે
એક જ્યોતમાંથી જલાવજે અનેક જ્યોત તું એવી, બુઝાયે ના કદી, જે સદા જલતી રહે
આતમ જ્યોતને જલાવજે તું એવી, પડે ના ઝાંખી કદી, જે સદા જલતી રહે
પ્રેમની જ્યોત જલાવજે દિલમાં તું એવી, પ્રકાશતી સદા રહે, જે સદા જલતી રહે
શ્રદ્ધાની જ્યોત જલાવજે દિલમાં તું એવી, બુઝાયે, ના જે કદી, જે સદા જલતી રહે
સત્યની જ્યોત, જલાવજે જીવનમાં તું એવી, બુઝાયે, ના જે કદી, જે સદા જલતી રહે
વિવેકની જ્યોત, જલાવજે જીવનમાં તું એવી, ઝાંખી પડે ના કદી, જે સદા જલતી રહે
સમજણની જ્યોત, જલાવજે દિલમાં તું એવી, બુઝાવે ના જે કદી, જે સદા જલતી રહે
ભાવની જ્યોત જલાવજે દિલમાં તું એવી, બુઝાયે ના જે કદી, જે સદા જલતી રહે
સમર્પણની જ્યોત જલાવજે દિલમાં તું એવી, બુઝાયે ના જે કદી, જે સદા જલતી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)