નજર નજરથી ભર્યા જામ જીવનમાં તો હૈયાંના, ભર્યું શું એમાં એ તો ના જોયું
દેખાયું દેખાયું જે નજરમાં, ભરવા હૈયાંમાં એને જીવનમાં, જીવનમાં એ તો દોડયું
તલ્લીન બન્યું એવું એ તો એમાં, સારાનરસાનો ભેદ એમાં એ તો વિસર્યું
માંડી ના ગણતરી, જોયું ના કદી, એમાં શું, શું ને કેવું ને કેટલું તો ભર્યું
હૈયાંએ બાહ્ય જગતનો, નજરના સહારાથી, જગને હૈયાંમાં તો ઊંડે ઉતાર્યું
જેવું અને જેટલું એણે તો ઉતાર્યું, એવું ને એટલું એમાં એ તો ભરાયું
દુઃખદર્દને સમાવ્યા એવા એણે નજરમાં, દુઃખદર્દથી હૈયું તો ત્યાં ભરાયું
આનંદથી જગમાં વ્યાપ્ત, આનંદને નજરે જ્યાં વસાવ્યું, હૈયું આનંદે ત્યાં છલકાયું
નજરની દોડાદોડીમાં જ્યાં ચિત્તડું તો મૂંઝાયું, હૈયાંએ મૂંઝારો ત્યાં અનુભવ્યો
નજરને હૈયાંનું સંકલન એકવાર તો જ્યાં થયું, અંતર જગત એમાં ખળભળ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)