સમજ્યા વિના, જીવન જીવ્યા જગમાં, અમારું જીવેલું જીવન, અમને નડે છે
આળસના પ્યાલા પાયા જીવનને, અમારું આળસ, જીવનમાં અમને નડે છે
રોજિંદી મુલાકાત ક્રોધની ગલીઓમાં, અમારી એ મુલાકાત, અમને નડે છે
ઈર્ષ્યાની ગલીઓની અમારી મુલાકાતો, એમારી એ મુલાકાતો, અમને નડે છે
અહંની ગલીઓમાં રહ્યાં ફરતા, અમારું એ ફરવાનું જીવનમાં, અમને નડે છે
બેજવાબદારીભર્યું જીવ્યા જીવન જગમાં, અમારી જવાબદારી, અમને તો નડે છે
વાતે વાતે, વ્યગ્ર બની જીવન જીવ્યા જગમાં, અમારી વ્યગ્રતા, અમને તો નડે છે
વાતે વાતે ઊભી કરી શંકાઓ જીવ્યા જગમાં, અમારી શંકાઓ, અમને તો નડે છે
દુઃખદર્દની ગલીઓમાં ફરવું ભૂલ્યા ના જીવનમાં, અમારા દુઃખદર્દ, અમને તો નડે છે
લઈ ના શક્યા સાથ અન્યના તો જીવનમાં, અમારી એકલતા જીવનમાં અમને તો નડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)