નબળાને નબળાઈઓનું, જીવનજંગમાં તો કોઈ કામ નથી, કોઈ એનું સ્થાન નથી
સજાગ રહેજે તું નબળાઈઓથી તો તારી, પ્રહાર એના પર તો, થયા વિના રહેવાના નથી
જોજે નબળાઈઓ તારી, બની ના જાય, હારનું દ્વાર તારું, એ વિના તારી કાંઈ હાર નથી
બનવું છે સબળ જીવનમાં તો જ્યાં, સ્થાન નબળાઈઓને હૈયાંમાં તો ત્યાં દેવાનું નથી
દુશ્મનો તો તારા, ગોતી ગોતી નબળાઈઓ તો તારી, ઘા કર્યા વિના તો રહેવાના નથી
કરી નબળાઈઓનું પ્રદર્શન જીવનમાં, હાથ દુશ્મનોના મજબૂત થયા વિના રહેવાના નથી
હારજીતના સવાલ છે જીવનમાં જ્યાં, કરી છતી નબળાઈ, હારને નોતરવાની જરૂર નથી
હોય છે કોઈને કોઈ નબળાઈ તો સહુમાં તો જગમાં, નબળાઈ વિનાનો તો કોઈ માનવી નથી
નબળાઈઓને ઘૂંટી ઘૂંટીને જીવનમાં, જીવનમાં મજબૂત તો એને, કરવાની કાંઈ જરૂર નથી
જીવન જીવવું હશે જગમાં જો સારી રીતે, નબળાઈઓને દૂર કર્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)