ઝૂમી ઝૂમી નાચો રે મનવા, ગાઓ રે મનવા, ગાઓ ખુશીના ગીત
જોઈ રહ્યું છે રાહ તું જેની રે મનવા, મળી ગઈ આજ તને એની રે પ્રીત
હતા રસ્તા બંધ તો જેના, હતા દ્વાર બંધ જેના મળી ગઈ એના દિલ પર જિત
કર્યા રસ્તા પાર વિકટ, પહોંચ્યો તું નીકટ, છે જગમાં આમાં તો ઊલટી રીત
અનેક પ્રયાસો ગયા તારા નિષ્ફળ, સફળતાનો વાયરો વાયો તો આ શીત
નયનોએ વહાવી અશ્રુઓની અનેક ધારા, બની ગઈ મૂર્તિ તારી તો એ પ્રીત
બની ગઈ મૂર્તિ તારી જ્યાં પ્રીત, મુખ પર ફેલાયું, તારું ખુલ્લા દિલનું સ્મિત
ઉભરી બાજી, ગઈ છે બદલાઈ જીવનમાં, પડવા લાગ્યા પાસા તારા તો ચીત
ખીલી ઊઠયું છે હૈયું તારું તો એમાં, વિચારે છે સારું, નવું નવું એ નીત
પુરાણી વાતો ગઈ છે બની પુરાણી, અમંગળ સમય ગયો છે વીતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)