તું ના જો મનનો તો મેલો છે, તારામાંને તારામાં તો, પ્રભુનો ચમકતો ચહેરો છે
સુખ સંપત્તિનો તો જ્યાં, ના તું ભૂખ્યો છે, સંબંધોની ઊષ્ણતામાં ના કાંઈ તું ઠંડો છે
હૈયાંમાં તો નીત્ય, પ્રેમનો ધોધ તો વહે છે, દિલ સહુનું કલ્યાણ ચાહતું રહ્યું છે
નયનોમાં ના કોઈ ઈર્ષ્યાનો ચમકારો છે, હૈયાંમાં તો જ્યાં નીત્ય શાંતિનો વાસ છે
જીવનમા તો જ્યાં તું સ્થિરતાને વરેલો છે, હૈયાંમાં તો દિવ્ય ગુણોનો તો વાસ છે
તારા અસ્તિત્વમાં ના તું ડૂબેલો છે, પ્રભુના અસ્તિત્વમાં જ્યાં તું મસ્ત છે
સત્યાચરણ પ્રત્યે રત સદા તું રહે છે, વેરના દ્વાર સદા બંધ તો તેં કર્યા છે
સહુને અપનાવવા સદા રત તું રહ્યો છે, મારા તારાના ભેદ હૈયેથી જ્યાં હટાવ્યા છે
હૈયાંમાં તારા, મળવાને એને, પૂરા જ્યાં ભાવથી, એના વિના હૈયાં તારા સુના છે
એની ઇચ્છાને જ્યાં તું આધીન છે, એની વાત વિના, બીજી વાતને ના સ્થાન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)