કદર ના થઈ, જીવનમાં કદર ના મળી, ઇંધણ જીવનનું એ ઘટાડી ગઈ
કરી હતી આશ તો કદરની, કદર ના મળી, મહેનત પર ઠેસ પહોંચાડી ગઈ
છે ઇન્સાનનું હૈયું, તો કદર ભૂખ્યું, કદર જીવનની આવશ્યકતા બની ગઈ
કરે કામ જીવનમાં સહુ, ભરી આશ કદરની ઊંડે, કાર્ય જીવનમાં એ કરાવતી ગઈ
સાથ કાઢે એ તો ગોતી, લક્ષ્ય કદર ભણી, કાર્ય એ કરાવતીને કરાવતી ગઈ
કાર્યમાં મળી ના જ્યાં કદર, ઉમંગ જાય ઘટી જીવનને ઠેસ એ પહોંચાડી ગઈ
મળતી ને મળતી ગઈ સફળતા જીવનમાં, કદરનો પાયો તો એ નાંખતી ગઈ
ધારી કદર, જરૂરી કદર, જીવનમાં જ્યાં ના મળી, હતાશ જીવનને એ બનાવી ગઈ
કદર વિનાના કાર્યો, જરૂરિયાતે થયા બધા, રસ કાર્યમાંથી તો એ ઘટાડી ગઈ
કર્મની કદર જ્યાં થાતી ને થાતી ગઈ, ઉત્સાહ એ તો, વધારતીને વધારતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)